Search This Website

Sunday, 27 February 2022

A 13-year-old boy named Shivam Thakor delivered a bag full of 14 tola gold jewelery to the original owner :




A 13-year-old boy named Shivam Thakor delivered a bag full of 14 tola gold jewelery to the original owner : 





13 વર્ષીય શિવમ ઠાકોર નામના બાળકની પ્રામાણિકતા, 14 તોલા સોનાના દાગીના ભરેલી બેગ મૂળ માલિક સુધી પહોંચાડી


શિવમે તેને રસ્તામાંથી મળેલી સોનાના દાગીના ભરેલી બેગ પોતાના ઘરે જઈ માતા-પિતાને સોંપી હતી અને તેને આ બેગ કેવી રીતે મળી તેની માતા-પિતાને માહિતી આપી હતી. જો કે આ થેલીના દાગીના જોઈ પરિવાર મૂળ માલિકને પરત કેવી રીતે કરવા તેને લઈ ચિંતામાં મુકાયો હતો.




કહેવાય છે કે પ્રામાણિકતાના સંસ્કારોનું સિંચન પરિવારમાંથી જ મળે છે. મહેસાણા (Mehsana)ના એક 13 વર્ષના બાળક (13 Year old Boy)શિવમ ઠાકોરે પણ માતા-પિતા પાસેથી મળેલા સંસ્કારોને દીપાવ્યા છે. મહેસાણામાં રહેતા શિવમ ઠાકોરને રસ્તા પરથી 14 તોલા સોનાના દાગીના (Gold ornaments bag)ભરેલી બેગ મળી. જે બાળક અને તેના પરિવારના પ્રયાસથી તેના મૂળ માલિકને પરત મળી છે.




મહેસાણામાંની ગોકુલધામ રેસીડેન્સીમાં રહેતા 13 વર્ષના બાલક શિવમ ઠાકોરે તેની પ્રામાણિકતાને મહેકાવી છે. શિવમ ઠાકોરને રસ્તા પરથી 14 તોલા સોનાના દાગીના ભરેલી બેગ મળી હતી. જેને તેણે પોતાના માતા-પિતા સાથે મળીને તેના મૂળ માલિક સુધી પહોંચાડી છે. શિવમે તેને રસ્તામાંથી મળેલી સોનાના દાગીના ભરેલી બેગ પોતાના ઘરે જઈ માતા-પિતાને સોંપી હતી અને તેને આ બેગ કેવી રીતે મળી તેની માતા-પિતાને માહિતી આપી હતી. જો કે આ થેલીના દાગીના જોઈ પરિવાર મૂળ માલિકને પરત કેવી રીતે કરવા તેને લઈ ચિંતામાં મુકાયો હતો. આ વિમાસણ પરિવારમાં ત્રણ દિવસ ચાલી. જે બાદ એક સ્થાનિક સમાચારપત્રના આધારે શિવમ ઠાકોરને પિતાને દાગીનાના મૂળ માલિક ધીણોજ ગામના રણછોડ ચૌધરી હોવાની જાણકારી મળી. જેના આધારે શિવમ અને તેના પિતા મહેસાણા બી. ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા અને મૂળ માલિકને 14 તોલા સોનાના દાગીના પરત કર્યા.




પોતાના દાગીના પરત મળતા ધીણોજના રણછોડભાઈ ચૌધરી 13 વર્ષીય શિવમ ઠાકોરની ઈમાનદારીથી પ્રભાવિત થયા. જેથી રણછોડભાઈ ચૌધરીએ ધોરણ 7માં ભણતા શિવમની ધોરણ 10 સુધીનો અભ્યાસ, રહેવા-જમવાનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી. રણછોડભાઈ ચૌધરી શિવમની ઈમાનદારીના ઈનામ પેટે પોતાના છાત્રાલયમાં રાખી મફત આગળ શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે.

No comments:

Post a Comment