Pages

Search This Website

Saturday, 9 July 2022

Dairy Farm Sahay Yojana 2022





Dairy Farm Sahay Yojana 2022





આ યોજના દ્વારા નવા ડેરી ફાર્મની સ્થાપના માટે 5 લાખ રૂ. સુધી સહાય મળવાપાત્ર છે. ડેરી ફાર્મ સહાય યોજનાનો લાભ ચાર પ્રકારે લઈ શકાય છે. પશુપાલકો આ યોજના થકી 12 કે 50 સુધી દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ની ખરીદી કરી ડેરી ફાર્મની સ્થાપના કરી શકે છે. આ યોજ્ના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પશુપાલનની યોજના હેઠળની એક યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપલકો ના વ્યવસાયને મહત્વ આપવું અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનો છે. નાના પશુપાલકો આ યોજના નો લાભ લઇ પોતાનું નવું ડેરી ફાર્મ સ્થાપી શકે છે.





Dairy Farm Sahay Yojana 2022
Launched By કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
Scholarship Name દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના
Scholarship Benefit પશુપલકો ના વ્યવસાયને મહત્વ આપવું અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા
Beneficiaries ખેડૂતો
Starting Date 01.05.2022
Last Date 31.07.2022

Yojana Benefits

આમ તો, ડેરી ફાર્મ સહાયની બે યોજનાઓ છે. જેમાં પ્રથમ યોજના થકી 12 પશુઓ માટે જયારે બીજી યોજના થકી 50 પશુઓ સુધીનું ડેરી ફાર્મ સ્થાપી શકાય છે. આ બંને યોજનાઓ દ્વારા મળવાપાત્ર લાભ નીચે મુજબ છે :પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે.
નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે.
પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ. ૨,૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ (રૂ. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ. ૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે (રૂ. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ (રૂ. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે.

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના માટે ના લાભ:૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય મળશે.
કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ. ૨.૨૫ લાખ સહાય મળશે.
પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫% મહત્તમ રૂ.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦% મહત્તમ રૂ. ૫૧,૮૪૦/- સહાય મળશે.
ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ. ૯,૦૦૦/-, અને રૂ. ૩૩,૭૫૦/- સહાય તથા ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૨૧,૬૦૦/-, રૂ. ૧૦,૮૦૦/- અને રૂ. ૪૦,૫૦૦/- સહાય મળશે.
Eligibility Criteria


જો તમે ડેરી ફાર્મ સહાય યોજના લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

● અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

● આ યોજના થકી વ્યાજ સહાય મેળવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩માં જ ધિરાણ (લોન) લીધેલ હોવી જોઈએ.

● આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે/સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા/બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
Required Documents

આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

☛ આધારકાર્ડ

☛ બેંક ખાતાની પાસ બુક

☛ જાતિનો દાખલો

☛ રેશનકાર્ડ

☛ મોબાઈલ નંબર

☛ 7/12 ની જમીન ઉતારા

☛ જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો જ)

☛ જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો જ)

☛ ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક (લાગુ પડતું હોય તો જ)

☛ અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)

☛ અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
Apply Online
સૌપ્રથમ લાભાર્થીએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી. ત્યારબાદ “યોજના” પર ક્લિક કરવું.
પછી ક્રમ નંબર-3 પર “પશુપાલનની યોજના” ખોલવાની રહેશે.
જેમાં હાલની સ્થિતિએ ક્રમ નંબર—7/9 પર અનુક્રમે “સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના”/ “સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” બતાવશે.
જેના પર ક્લિક કરીને આગળ New Page ખોલવાનું રહેશે.
હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરવું.
હવે “પશુપાલનની યોજના” નું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે. જેમાં પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ બટન પર ક્લિક કરો.
ત્યાર બાદ ફરીથી ભરેલી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
છેલ્લે,લાભાર્થીએ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

તમે ભરેલ ફોર્મ ભરાઈ ગયું છે કે કેમ તે તપાસવા માટે તમે ફોર્મનું Status જોઈ શકો છો.તમારા ફોર્મની સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ આ લીંક પર જાઓ : https://ikhedut.gujarat.gov.in/Scheme/frm_SchemeApplicationStatus.aspx
ત્યારબાદ તે પેજ પર ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? અને તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો? તે પસંદ કરો.
તમારી સામે તમારી અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.
છેલ્લા શબ્દો


આ આર્ટિકલમાં ડેરી ફાર્મ સહાય યોજના – Dairy Farm sahay yojana Gujarat વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

આવી અન્ય યોજનાઓની માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

Important Links
સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના માટે ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
ડેરી ફાર્મ સહાય યોજનાનુ ઓનલાઈન અરજીનુ સ્ટેટસ ચેક કરો: અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ લિન્ક ikhedut.gujarat.gov.in

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment