Search This Website

Monday, 31 October 2022

ગુજરાતી ઉખાણાં અને જવાબ|Ok Google Best Gujarati Ukhana With Answer

 

ગુજરાતી ઉખાણાં અને જવાબ|Ok Google Best Gujarati Ukhana With Answer

એ રાખે પૈસા, દરદાગીના, રક્ષે કપડાં સારાં સૌનાં

તાળું મારી સુખથી સૂએ, લોકો ઘરમાં અચૂક વસાવે

(તિજોરી)


 

 

ચાર પાયા પર ઉપર આડી છત,

કરો તેના ઉપર બસ લખ લખ લખ

(ટેબલ)

 


 

ટન ટન બસ નાદ કરે,

ઘડિયાળ જોઈ સાદ કરે,

સ્કૂલ નિશાળે એ લટકે રણકે તો બાળકો છટકે

(ઘંટ)

 


 

ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ

પશુ પક્ષીનું ઘર હું મને ઓળખો હું કોણ ?

(જંગલ)

 

 


એ આપવાથી વધે છે,

એ આવે ત્યારે જન જાગે છે,

એ જાય ત્યારે જન ઊંઘે છે.

(વિદ્યા)

 

 

ગુજરાતી ઉખાણાં અને જવાબ


 

એક એવું અચરજ થાય

જોજન દૂર વાતો થાય.

(ટેલીફોન, કોમ્પ્યુટર,મોબાઈલ)

 

 



અગ, મગ ત્રણ પગ,

લક્કડ ખાય અને પાણી પીએ.

(ઓરસિયો)

 



 

લીલી બસ, લાલ સીટ,

અંદર કાળા બાવા

(તરબૂચ)

 

 



એ તો કોણ જે ઘર લઇ લે છે આખું,

પણ જગ્યા જરાપણ નથી રોકતું

(પ્રકાશ)


No comments:

Post a Comment