તમારા કામનું / શિયાળામાં ડ્રાઇવિંગ કરતાં સમયે ખાસ ધ્યાન રાખવી જોઈએ આ ચાર બાબતો, ભૂલ કરી તો જીવને જોખમ
ધુમ્મસના કારણે વારંવાર દુર્ઘટના થાય છે, જેમાં તમારો જીવ પણ જોખમમાં આવી શકે છે. અહીં અમે તમને અમુક ટીપ્સ જણાવી રહ્યાં છે, જેને તમારે ધુમ્મસ દરમ્યાન વાહન ચલાવતી સમયે ધ્યાન રાખવુ જોઈએ.
- ધુમ્મસમાં કાર ચલાવતી વખતે ન કરશો આ ભૂલ
- ધુમ્મસને કારણે થાય છે વારંવાર દુર્ઘટના
- જો ધ્યાન નહીં રાખો તો તમારો જીવ જોખમમાં મુકાશે
ધુમ્મસભર્યા વાતાવરણ વખતે વાહન ચલાવવામાં સાવધાની રાખવી
દેશમાં હવે શિયાળાની સિઝન આવી રહી છે. આ સાથે દિવાળી બાદથી રાજધાની દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ફેલાયુ છે. જેનાથી ધુમ્મસ દેખાઈ રહી છે. ધુમ્મસને કારણે વિજિબિલિટી પણ ઓછી થઇ ગઇ છે. એવામાં જો તમે કાર અથવા કોઈ અન્ય વાહન ચલાવી રહ્યાં છો તો તમારે સાવધાની રાખવાની જરૂર છે. ધુમ્મસને કારણે વારંવાર દુર્ઘટના થાય છે, જેના કારણે તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
વાહનની સ્પીડ
સૌથી પહેલી વસ્તુ, જેનુ તમારે ધ્યાન રાખવાનુ છે તે તમારી કાર અથવા બાઈકની સ્પીડ છે. ભલે તમારે મોડુ થઇ ગઇ હોય, પરંતુ ધુમ્મસ દરમ્યાન વાહન ફટાફટ બિલ્કુલ ના ચલાવશો. વાહનની સ્પીડ એટલી જ રાખો, જેનાથી અચાનક કોઈ જોખમ આવતા તમે તરત વાહનને અટકાવી શકો.
હેડલાઈટ્સને લો બીમ પર રાખો
ઘણા લોકો ધુમ્મસ દરમ્યાન હેડલાઈટ્સને હાઈ બીમ પર કરી શકો છો. આમ કરીને તમે સામેવાળાને મુશ્કેલીમાં મુકી શકો છો. તમારી કારની હેડલાઈટ્સ ઑન રાખો. પરંતુ તેને લો બીમ પર રાખો.
ડિફોગરનો કરો ઉપયોગ
ફૉગમાં વારંવાર સામેવાળાના કાચ પર ભાપ બેસી જાય છે અને તમને કશુ દેખાતુ નથી. એવામાં તમારે કારમાં બતાવવામાં આવેલા ડિફૉગર ફીચરનો ઉપયોગ કરવો પડશે. તમારી કારની વિન્ડસ્ક્રીનની બિલ્કુલ નીચે અમુક AC વેન્ટ્સ આપવામાં આવે છે, તમારે બસ તેને ચલાવવાના છે. આ તરત કારના કાચ પર જામેલી ભાપને હટાવી દે છે.
No comments:
Post a Comment