મોરબી હોનારત / મોરબી દુર્ઘટનામાં કાર્યવાહી, પોલીસે અત્યાર સુધી નવ લોકોની કરી અટકાયત
મોરબી દુર્ઘટનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, અત્યાર સુધી 7 આરોપીઓની અટકાયત કરી છે
- મોરબી દુર્ઘટનામાં પોલીસ કાર્યવાહી
- અત્યાર સુધી 9 આરોપીઓની કરી અટકાયત
- થોડીવારમાં પોલીસ આપશે સત્તાવાર માહિતી
મોરબી દુર્ઘટનામાં 141 લોકોના મોત થયાં છે જે બાબતે પોલીસ એક્શનમાં આવી છે. દુર્ઘટનામાં પોલીસે 9 લોકો પૂછપરછ હાથ ધરી હતી. ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જે બાબતે જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
9 આરોપીઓની કરી અટકાયત
મોરબી દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓની અટકાયત કરી છે. જે તમામ આરોપીઓની મોરબી સિવિલ લાવવામાં આવ્યા છે. જે સમગ્ર બાબતે થોડીવારમાં મોરબી પોલીસ સત્તાવાર માહિતી આપશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
પકડાયેલ 9 આરોપીઓ
2 મેનેજર,2 રિપેરિંગ નું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્ક છે જેમના નામ દિપક પારેખ(મોરબી)44 વર્ષ, દિનેશ દવે(મોરબી)41, મનસુખ ટોપીયા (મોરબી)59, માદેવ સોલંકી( મોરબી)36, પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63, દેવાંગ પરમાર(ધ્રાંગધા)31, અલ્પેશ ગોહિલ(દાહોદ)25, દિલીપ ગોહિલ(દાહોદ)33, મુકેશ ચૌહાણ(દાહોદ)26
જવાબદારો સામે કરાશે કાયદેસરની કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બ્રિજનું સમારકામ સંભાળનાર એજન્સી વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેલ દાખલ કરવામાં કરવામાં આવ્યો છે. જેની તપાસ પણ આજે શરૂ કરવામાં આવશે.
No comments:
Post a Comment