Forest Department has published Forest Guard Allotment list of 14 candidates and other instructions 2022, Check below for more details.
વિષયઃ વન રક્ષક વર્ગ-૩ની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક FOREST/201819/1 અન્વયે પસંદગી પામેલ ઉમેદવારોને વિભાગીય કચેરીઓ ખાતે ફાળવણી કરવા બાબત. સંદર્ભઃ અત્રેની કચેરીના પત્રાંકઃબ/મહક/૧૩/૬૪૮૭, તા.૧૭-૧૦-૨૦૨૨
૨/- પ્રત્યેક ઉમેદવારને વિગતવાર નિમણુંક હુકમો જે તે વન વિભાગ/ પેટા વન વિભાગીય કચેરીએથી કરવાના રહેશે.
૩/- વિગતવાર નિમણુંક હુકમોમાં એકસુત્રતા જાળવાય તે હેતુથી નમુનારૂપ નિમણુંક હુકમની નકલ તથા નિમણૂંક હુકમની બોલીઓ અને શરતો તથા બાંહેધરી પત્રકના નમૂના આ સાથે સામેલ રાખેલ છે. જેની ચકાસણી કરી, તે અનુસાર વિગતવાર નિમણુંક હુકમો કરવાના રહેશે. ૪/- ભરતી સમિતિ/ બોર્ડ દ્વારા સદરહુ ઉમેદવારોના વોકીંગ ટેસ્ટ લેવામાં આવેલ હોય સદરહુ સંવર્ગના સ્પર્ધાત્મક પરીક્ષા નિયમોનુસાર પ્રત્યેક ઉમેદવારના તબીબી ચકાસણી પ્રમાણપત્રો મેળવવાના રહેશે,
૫/- તમામ ઉમેદવારોના સંબંધિત અસલ પ્રમાણપત્રોની ચકાસણી પણ તેઓની કક્ષાએ હાથ ધરવાની રહેશે.
૬/- એસ.સી./ એસ.ટી./ એસ.ઇ.બી.સી. કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની સબંધિત વિભાગો હેઠળની વિશ્ર્લેષણ સમિતિઓ દ્વારા થયેલ ખરાઇની વિગતો આ સાથે મોકલવામાં આવે છે જે ધ્યાને લઇ જે તે ઉમેદવારના વિગતવાર નિમણૂંકના હુકમો કરવાના રહેશે.
૭/- ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ ના ઠરાવ અનુસાર નિમણુંકની તારીખથી ૫ વર્ષના સમયગાળા માટે સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવથી નિયત કર્યાંનુસાર ફિક્સ પગાર (રૂ.૧૯૯૫૦/-) ચુકવવાના રહેશે. આ ઠરાવની જોગવાઇ મુજબની શરતો-બોલીઓ તથા બાંહેધરી પત્રકમાં સહી મેળવી તેઓની કક્ષાએ રેકર્ડ ઉપર નિભાવવાનું રહેશે.
૮/- જો કોઇ ઉમેદવારે અરજીમાં જાહેર કરેલ વિગતો અનુસારના પ્રમાણપત્ર ન ધરાવતા હોય/ રજુ ન કરેલ હોય તો તેવા ઉમેદવારની પસંદગી જાહેરાતની શરત અનુસાર આપોઆપ રદ થવા પાત્ર ઠરે છે. આવા કોઇ કિસ્સા ધ્યાને આવે તો તાત્કાલીક અત્રે અહેવાલ કરવાનો રહેશે.
No comments:
Post a Comment