પાર્લરમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ઘરે જ ચમકાવો ચહેરો, એલોવેરા જેલમાં આ વસ્તુ ઉમેરીને લગાવો લોકો પૂછવા આવશે સુંદરતાનું રહસ્ય.
મિત્રો ચહેરા ઉપર ખીલ અને ડાર્ક સર્કલ થઈ જાય છે તો ત્વચાની સુંદરતા ઓછી થઈ જાય છે. તેવામાં ત્વચાની ચમક પાછી લાવવા અને સુંદર દેખાવા માટે આજે તમને એક સરળ ઉપાય દેખાડીએ.
ચેહરા પર ખીલ એક હોય કે અનેક તેનાથી સુંદરતા પર અસર થાય છે. તેથી દરેક યુવક અને યુવતી ઈચ્છે છે કે તેના ચહેરા ઉપર ખીલ ન થાય. ખીલ થવાના આમ તો ઘણા બધા કારણ છે પરંતુ સૌથી મોટું કારણ છે હોર્મોન્સમાં થતો ફેરફાર.
હોર્મોન્સમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે ખીલ થવાની શરૂઆત થઈ જાય છે આ સિવાય પ્રદૂષણ અને ધૂળના કારણે પણ ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ માટે તે માટે ઘણા લોકો ટ્રીટમેન્ટ અને દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ મોટાભાગના કેસમાં આ પ્રકારે કોઈ જ ફરક પડતો નથી.
પરંતુ આજે તમને જે ઘરગથ્થુ ઈલાજ જણાવીએ તેને કરવાથી સો ટકા તમારા ચહેરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચહેરાની સુંદરતા એટલી બધી જશે કે જે પણ તમને જોશે તે તમારી સુંદરતાનું રહસ્ય પૂછવા આવશે.
ખીલ દૂર કરવા માટે એલોવેરા સૌથી બેસ્ટ ઓપ્શન છે. એલોવેરાના જ્યુસ નું તમે નિયમિત રીતે સેવન પણ કરી શકો છો તેનાથી ત્વચા અને સ્વાસ્થ્ય બંનેને લાભ થશે. આ સિવાય ચહેરા પર ખીલની સમસ્યા હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ.
એલોવેરા જેલ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણથી ભરપૂર હોય છે તેને ત્વચા પર લગાડવાથી ખીલમાં લાભ થાય છે.
એલોવેરા જેલને એક બાઉલમાં લેવું અને તેમાં થોડી હળદર ઉમેરીને બરાબર હલાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવી અને પાંચ મિનિટ મસાજ કરો. ત્યાર પછી 15 મિનિટ માટે એમ જ તેને ચહેરા પર રહેવા દો.
15 મિનિટ પછી ચહેરાને બરાબર રીતે સાફ કરી લો. આ રીતે એલોવેરા ચહેરા પર લગાડવાથી ચહેરાની સુંદરતા વધે છે.
No comments:
Post a Comment