આ સાત વાતનું રાખશો ધ્યાન તો જીવન પર નહીં થાય પેટના કોઈ પણ રોગ.
મિત્રો આયુર્વેદમાં કહેવાય છે કે દરેક રોગનું મૂળ પેટ છે. પેટ ખરાબ થાય એટલે તેના કારણે શરીરમાં બીમારીઓ આવે છે. ઘણા લોકો એવા હોય છે જેમને ખોરાકનું પાચન બરાબર થતું નથી અને તેઓ આખો દિવસ નબળાઈ અને થાક અનુભવે છે.
આ સ્થિતિનું મુખ્ય કારણ પેટની સમસ્યા હોય છે. જો આ સ્થિતિ તમને પણ સતાવે છે તો તેને દૂર કરવા માટે આજે તમને કેટલીક મહત્વની વાતો જણાવીએ. તમારી કોઈપણ ઉપાય કરવાની કે દવા કરવાની જરૂર નહીં પડે જો તમે આ સાત વાતોનું ધ્યાન રાખશો.
1. સૌથી પહેલા શરીરને નિરોગી રાખવા માટે જરૂરી છે કે તેને પૂરતા પ્રમાણમાં પાણી મળે. જો તમે ઓછું પાણી પીવો છો તો કબજિયાત અને અપચ્યા જેવી તકલીફ થાય છે. તેથી સૌથી પહેલા દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાનું રાખો. સાથે જ એવા ફળ ખાવાનું રાખો જે રસથી ભરપૂર હોય
2. પેટની સમસ્યાઓને દવા વિના દૂર કરવી હોય તો દૈનિક આહારમાં આદુનું સેવન કરવાનું રાખો. આદુ એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે. આદુનું સેવન કરવાથી ગળામાં થતી બળતરા ગેસ કબજિયાત જેવી તકલીફ મટે છે.
3. બપોરે જમતી વખતે એક વાટકી દહીં ખાવાનું રાખો. દહીંનું સેવન કરવાથી ખોરાકનું પાચન બરાબર રીતે થાય છે. સાથે જ તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા પેટના રોગને પણ મટાડે છે.
4. ભોજન બનાવો તેમાં હિંગ નો ઉપયોગ અચૂક કરવો. હિંગમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે ખોરાકને સરળતાથી પચવામાં મદદ કરે છે. જો પેટની સમસ્યા વધી જાય તો એક ચપટી હિંગને પાણીમાં ઉમેરીને પીવાનું રાખો.
5. જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખાતા હોય તો તેને ઉતાવળે ચાવીને ખાવાને બદલે ધીરે ધીરે બરાબર રીતે ચાવીને ખાઓ.
કહેવત છે કે ખોરાકને 32 વખત ચાવવો જોઈએ. આવું કરવું શક્ય ન હોય તો ખોરાકને બરાબર રીતે ચાવીને ખાવાનું રાખો જેથી તેનું પાચન બરાબર થાય.
6. કબજિયાત એસિડિટી ગેસની તકલીફને દૂર કરવા માટે આમળાનું સેવન પણ કરવું જોઈએ. આમળામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે.
7. પેટના રોગને મટાડવા હોય તો સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે વ્યાયામ કરવો. જમ્યા પછી 30 મિનિટ સુધી ચાલવાનું રાખવું જોઈએ.
જમ્યા પછી તુરંત સુઈ જવાથી કે બેસી રહેવાથી ખોરાકનું પાચન થતું નથી. તેથી શક્ય હોય તો જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ કે વધુમાં વધુ 45 મિનિટ ચાલવાનું રાખો.
No comments:
Post a Comment