એક મહિનામાં ઉતરી જશે સાત કિલો વજન, ફોલો કરો આ પ્લાન.
મિત્રો વધતા વચનની સમસ્યા મોટાભાગના લોકોને સતાવે છે. વજનને કંટ્રોલમાં કરવા માટે લોકો જીમમાં પણ જાય છે અને અલગ અલગ પ્રકારની ડાયટ પણ ફોલો કરે છે.
પરંતુ તમારે જો આ બંનેમાંથી એક પણ કામ કર્યા વિના ઘરે બેઠા સરળતાથી વજન ઘટાડવું હોય તો તેનો રસ્તો આજે તમને દેખાડીએ.
એક મહિનામાં સાત કિલો કે તેનાથી પણ વધારે વજન ઘટાડવું હોય તો તેનો સરળ ઈલાજ છે. શરીરમાં જ્યારે ચરબી નું પ્રમાણ વધવા લાગે છે તો શરીરનો આકાર પણ ખરાબ થઈ જાય છે અને વજન પણ વધવા લાગે છે.
જો વજન હદ કરતાં વધી જાય તો તેને ઘટાડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવો પડે છે તેમ છતાં વજન ઓછું થતું નથી.
પરંતુ આજે તમને જે ઈલાજ વિશે જણાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ અસરકારક છે. આ ઇલાજ કરવાથી ચોક્કસ ફાયદો થાય છે.
સૌથી વધારે વજન એ લોકોનું વધે છે જેવો દિવસ દરમિયાન શારીરિક શ્રમ કરતા નથી અને મેંદા વાળી વસ્તુ કે પછી ચરબીયુક્ત આહાર વધારે પ્રમાણમાં લેતા હોય છે.
જો તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો તમારી દિનચર્યા માં કેટલાક ફેરફાર કરવા જોઈએ. જેમકે બહારના ફાસ્ટ ફૂડ ખાવાને બદલે દિવસ દરમિયાન ઘરનું ભોજન કરવું.
ભોજનમાં પણ શાકભાજી સલાડ અને ફળનો સમાવેશ કરવો જોઈએ. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.
આ સિવાય ફટાફટ વજન ઘટાડવું હોય તો નિયમિત રીતે આ ડ્રિંક બનાવીને પીવાનું રાખો. તેના માટે સૂકી મેથીના થોડા દાણા લઈને તેને મિક્સરમાં પીસી લેવા.
આ પાવડરને કાચની એર ટાઈટ બરણીમાં સ્ટોર કરી લેવો. ત્યાર પછી રોજ સવારે આ પાવડરની એક ચમચી ને એક ગ્લાસ પાણી સાથે લઈ લેવું.. તમે એક ચમચી પાવડરને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો.
આ પીણું રોજ સવારે પીવાથી પાચન ક્રિયા સુધરશે અને મેટાબોલિઝમ મજબૂત થશે સાથે જ પેટ પર વધેલી ચરબી ધીરે ધીરે ઓગળવા લાગશે.
મેથીના દાણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનું સેવન રોજ સવારે કરવાથી હૃદય કિડની લીવર ત્વચા અને હાડકા મજબૂત થાય છે.
જો તમે વજન ઘટાડવા પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા હોય તો મહેનતની સાથે આ પીણું પીવાની પણ શરૂઆત કરો તેનાથી તમને ઝડપથી ફાયદો થશે.
No comments:
Post a Comment