Highlight Of Last Week
- Jillafer badli seniority list new and બદલી કેમ્પના ઓનલાઈન ફોર્મ
- Matters of uploading information of online winning students and headmaster online for organizing online book fair under book reader competition 201920.
- Shala Praveshotsav new File download
- STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS
- Amazing Facts About दुनिया के बारे में अन्य रोचक तथ्य
- WhatsApp Based Mulyankan | STD 3 to 12 WhatsApp Exam||SWAMulyankan Primary school
- Kasarat na dav. Or P. T. Dav
- SMC AUTOMATIC ROJMEL AND KHTAVAHI EXCEL FILE DOWNLOAD KARO USEFUL FOR ALL SCHOOL.
- ALL GUJARATI NEWS PAPERS
- PRAYER DAILY DIN VISHESH & SUVICHAR
Search This Website
Saturday, 3 December 2022
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat primary school syllabus for Classes 6-12, why?
અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા: શા માટે?
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat primary school syllabus for Classes 6-12.
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિના પગલે શ્રીમદ્ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. જે ધો. ૬ થી ૧૨ માં અભ્યાસક્રમમાં મૂકવામાં આવશે. તેના વિશે વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવશે. આવી જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ મંત્ર માન. શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવી.
Gujarat government. new education policy. Shrimad Bhagwat Gita in the school syllabus for Classes 6-12. Education minister jitu vaghani.
ત્યારે ઘણાં લોકોને પ્રશ્ન થાય કે શ્રીમદ્ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં શા માટે? આ વિશે અનેક ચર્ચાઓ અને મતમતાંતરો થશે પરંતુ શિક્ષણ માટે, શા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા કોર્સમાં દાખલ કરવી જરૂરી છે તે મારા અભ્યાસ અને વાંચનથી મળેલા કેટલાક તારણો… તો આજે એ વિશે થોડાં મુદ્દા…
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર ધર્મ ગ્રંથ નથી એ માનવતાનું મહાકાવ્ય છે.
૭૦૦ શ્લોકો અને ૧૮ અધ્યાયમાં મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખાયેલું અને શ્રી કૃષ્ણ દ્વારા મિત્ર અર્જુનને યુદ્ધ ભૂમિમાં કહેવાયેલું – ગવાયેલું આ મહાકાવ્ય છે. Shrimad Bhagwat Gita
મહાભારત ( Mahabharata ) જેવા મહાન ગ્રંથમાં આ સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે.
અન્ય ધર્મ ગ્રંથો થી ગીતા એટલે અલગ પડે છે કે તેમાં ક્યાંય સીધો ઉપદેશ કે આદેશો કે નિયમો નથી. છેલ્લે બધું સમજાવી કૃષ્ણ પણ અર્જુનને કહી દે છે: यथेच्छसि तथा कुरु – એટલે કે તને યોગ્ય લાગે તે કર… જુઓ શ્રી કૃષ્ણના શબ્દો: ૧૮ માં, ૬૩માં શ્લોકમાં, અંતિમ અધ્યાય સુધી બધું સમજાવી અને શિષ્યને followers ને સ્વતંત્ર કરી દે છે કે – મૂળ શ્લોક
Shrimad Bhagwat Gita
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु।।18.63।।
અર્થાત્
આ ગૂઢ રહસ્યયુક્ત જ્ઞાન મેં ( સર્વજ્ઞ ઈશ્વરે ) કહ્યું. હવે તું આના પર બરોબર વિચાર કરી ને તને યોગ્ય લાગે એમ કર.
આ freedom સ્વતંત્રતા જ જીવનને એક નવી દિશા આપે છે. બંધન નથી આપતી. અને વિદ્યા માટે તો કહેવાયું જ છે કે મુક્ત કરે એ વિદ્યા. શ્રીમદ્ ભગવદ્ ગીતા મુક્તિનો સંદેશ આપે છે માટે અભ્યાસક્રમમાં જરૂરી છે.
ગુજરાતની પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં હવે શરૂ થાય છે એ પહેલાં નીચેની સંસ્થાઓમાં ભણાવાય છે. Gujarat primary, secondary and higher secondary school
Birla Institute of Technology and Science ( 1964 થી )
Hyderabad campus (BPHC) of the University ( 2008 થી)
Kurukshetra University.
Cambridge University
Oxford University
આ અને આવી અનેક સંસ્થાઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવે છે. હમણાં ગુજરાતની લગભગ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ થયા છે.
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat
અમેરિકાની યુનિવર્સિટી એ બિઝનેસ મેનેજમેન્ટમાં ગીતા કોર્સ તરીકે દાખલ કરી. ( business management at Seton Hall University (SHU), New Jersey ) તેમને DNA ના પ્રતિનિધિ બ્રીઆંન ડિસોઝાએ પૂછ્યું કે શા માટે ગીતા કોર્સમાં દાખલ કરી ત્યારે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને પ્રશ્નો દ્વારા પોતાનામાં પરિવર્તન લાવવામાં મદદરૂપ બને છે. ( The objective is to help college students get a grasp of ‘the perennial questions’ in their ‘journey of transformation’, says DNA. )
સૌથી જૂના ધર્મના ધર્મગ્રંથ તરીકે તો ગીતાના અનુવાદો અનેકો ભાષામાં, અનેકો પ્રાંતમાં થયાં છે.
૧૯૬૪ થી બિરલા વિજ્ઞાન અને ટેકનોલોજી ભવનમાં ( Birla Institute of Technology and Science ) ચાલતાં ગીતાના કોર્ષ વિશે ત્યાંના પ્રોફેસર અરુણા લોલા કહે છે: શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસથી ઘણાં સારા પરિણામો આવે છે પણ ખાસ કરીને વિદ્યાર્થીને ઉપયોગી થાય એવા પરિણામોમાં ૧. વિશ્વસનીયતા ૨. મનની મક્કમતા ૩. સમસ્યા ઉકેલ અને નેતૃત્વ વિકાસ.
સંદર્ભ – (1) an immediate effect of sanctity and strengthening of faith, (2) improved clarity of the mind, better focus, calm and content disposition in general and (3) long-term effect on personality traits like development of leadership and problem-solving abilities. They have also suggested a combination of traditional and modern methods of teaching for better comprehension and participation. ( જરનલ ઓફ હેલ્થ એન્ડ રિલીજીઓન માં પ્રકાશિત એમના
સંશોધનાત્મક લેખની લિંક પણ મૂકીએ છીએ. – https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7427693/ )
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat
શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવનારા અને ભણનારા લોકોનું એમણે સંશોધન કરી ને તરણો આપણી સામે મૂક્યા છે.
અને અંતે શ્રીમદ્ ભગવદ્ ગીતા શિક્ષણમાં શા માટે હોવી જોઈ એ માટે એનો જ શ્લોક લઈ આ કડીને અહીં વિરામ આપીએ..
શિક્ષણ – કેળવણી કેવી રીતે મેળવવી જોઈએ? એ માટે કૃષ્ણ ૪ થા અધ્યાયમાં, ૩૪ માં શ્લોકમાં કહે છે કે –
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः।।4.34।।
અર્થાત્
આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું તેમની પાસે દંડવત ( પ્રણિપાત ) કરી, એમની સેવા કરી, તેની બાજુમાં બેસી પ્રશ્નો કરવાથી તે તત્વદર્શિ જ્ઞાનીઓ પાસેથી ઉપદેશ મેળવવો જોઈએ.
કેવી જ્ઞાનની ઉદ્દાત અને દિવ્ય પરંપરા!
આ શ્લોકમાં આવતા परिप्रश्नेन શબ્દની વિભાવના બાબતે કેવડી મોટી ચર્ચા આપણા શાસ્ત્રોમાં મળે છે.
ખૈર, અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે
આધુનિક સાધનો સાથે રહીને વ્યગ્ર થઈ ગયેલી પેઢીને માનસિક શાંતિ આપવા.
વિચલિત મન નિર્ણયો ન કરી શકે માટે નિર્ણય શક્તિ વધારવા.
નાની નાની સમસ્યાઓથી હારી અને જીવન ટૂંકાવી નાખવાના વિચારોથી બચવા અને
સફળતા માટે પ્રોત્સાહન આપવા કે જીવનમાં હકારાત્મકતાથી ટકી રહેવા
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat
શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવી જરૂરી છે. ત્યારે અભ્યાસક્રમમાં આનું જોડાણ ભારતની આવનારી પેઢીના મંદુરસ્તી માટે જરૂરી છે.
The students will be told the importance of the holy book. The stories and episodes illustrated in it will be introduced in the form of shlokas(verses), songs, essays, debates, plays, quizzes and other scholastic approaches – says jitu vaghani
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment