કોચિંગ સહાય યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મળશે ₹20,000 સહાય | Coaching assistance scheme in Gujarati
કોચિંગ સહાય યોજના : GPSC, UPSC, પોલીસ, ક્લાર્ક, તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો? પણ આર્થિક સ્થિતિ સારી નથી તો, હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે એક સહાય યોજના બહાર પાડી છે. જેમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ કરવા માટે સહાય આપવામાં આવે છે.
Coaching assistance scheme, ₹20,000 assistance for preparation of competitive exams
આ આર્ટિકલમાં, કોચિંગ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે છે?, કેટલી સહાય મળશે?, ફોર્મ કઈ રીતે ભરવું?, શું ડોક્યુમેન્ટ જોઈશે? તથા અન્ય સંપૂર્ણ માહિતી આપેલ છે.
સૌથી પહેલા આપણે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના શું છે? તેના વિશે માહિતી મેળવી લઈએ.
Topic
કોચિંગ સહાય યોજના શું છે?
કોચિંગ સહાય યોજનાના લાભ
કોને મળશે લાભ?
કોચિંગ સહાય યોજના માટે પાત્રતા
કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
કોચિંગ સહાય યોજના માટે અરજી કરી રીતે કરવી ?
કોચિંગ સહાય યોજના Application Form Status
મહત્વની તારીખ
મહત્વની લિંક
કોચિંગ સહાય યોજના Helpline Number
FAQs
કોચિંગ સહાય યોજના શું છે?
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના (S.C., S.T., અને OBC) વિદ્યાર્થીઓને UPSC, GPSC, સ્ટેટ કમિશન, બેંક, એલ.આઇ.સી, ગૌણ સેવા પસંદગી મંડળ, જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -1,2 અને 3 ની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની તમામ ભરતીઓની પરીક્ષાની અગાઉ તૈયારી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ કોચિંગ લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે.
કોચિંગ સહાય યોજનાના લાભ
આ યોજના દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે વધુમાં વધુ રૂપિયા 20,000/- સુધીની કોચિંગ સહાય આપવામાં આવે છે.
કોને મળશે લાભ?
✓ નવા સુધારા મુજબ SEBC ઉમેદવારોને આ યોજનાનો લાભ મળશે..
✓ કોચિંગ સહાય યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જાતિ (S.C., ST, OBC)ના વિદ્યાર્થીઓને મળે છે.
✓ આ યોજનાનો લાભ લેવા માટે, સ્નાતક (ગ્રેજ્યુએશન)ની પરીક્ષા 50% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઇએ.
કોચિંગ સહાય યોજના માટે પાત્રતા
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ પાત્રતા હોવી જોઈએ.
અરજદાર જો પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.
અરજદાર અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.
વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ: 1. સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ. 2. સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ. 3. સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ: 1. મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦. 2. કંપની અધિનિયમ, ૧૯૫૬, 3. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮).
તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.
કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
આવકનું પ્રમાણપત્ર
બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
કોચિંગ સહાય યોજના માટે અરજી કરી રીતે કરવી ?
કોચિંગ સહાય યોજના Online Form Process નીચે મુજબની છે:
સૌથી પહેલા, આ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાઓ.
ત્યારબાદ આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો : https://sje.gujarat.gov.in/ddcw/ અથવા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો નાખી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી મળેલ ID અને Password થી લોગીન કરો.
લોગીન થયા બાદ કોચિંગ સહાય યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
બસ ! તમારું કોચિંગ સહાય યોજનાનું ફોર્મ ભરાઈ ગયું છે.
નોંધ: વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર (જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.
કોચિંગ સહાય યોજના Application Form Status
તમે ભરેલ ફોર્મ ભરાઈ ગયું છે કે કેમ તે તપાસવા માટે તમે ફોર્મનું Status જોઈ શકો છો.
૦ તમારા ફોર્મની સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ આ લીંક પર જાઓ : https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx
૦ ત્યારબાદ તે પેજ પર તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો. અને “સ્થિતિ જુઓ” બટન પર ક્લિક કરો.
તમારી સામે તમારી અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.
મહત્વની તારીખ
✓ જાહેરાતની તારીખ: 27/07/2022
✓ ફોર્મ ભરવાના શરૂ: 27/07/2022
✓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31/08/2023
મહત્વની લિંક
ઠરાવ જુઓ : અહીં ક્લિક કરો
ઓફિસિયલ જાહેરાત: અહીં ક્લિક કરો
કોચિંગ સહાય યોજના માટેનું ફોર્મ: અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
અરજી નું સ્ટેટસ ચેક કરવા માટે: અહીં ક્લિક કરો
Official Website: અહીં ક્લિક કરો
કોચિંગ સહાય યોજના Helpline Number
આ યોજના અંગેની કોઈપણ સમસ્યા માટે તમે અહી ક્લિક કરી હેલ્પલાઇન નંબર મેળવી શકો છો.
છેલ્લે
આ આર્ટિકલમાં કોચિંગ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.
આવી અન્ય યોજનાઓની માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.
FAQs
• કોચિંગ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?
https://sje.gujarat.gov.in/
• કોચિંગ સહાય યોજનામાં વયમર્યાદા કેટલી છે ?
આ યોજનામાં પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા હોવી જોઈએ.
• આ યોજના હેઠળ સહાય કઈ રીતે મળે છે?
આ યોજના હેઠળ રોકડ સહાય રૂપિયા 20,000/- આપવામાં આવશે.
No comments:
Post a Comment