Complaints of irregularity, negligence, misconduct or any other type of malpractice to the educational employees
આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે
Image : Twitter |
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર
આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાશક પક્ષનું આ પહેલુ અને નાણામંત્રીનું બીજુ બજેટ છે. આ વર્ષે બજેટમાં 18થી 20 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે.
આ બજેટ પર લોકોની અપેક્ષા રહેશે
આજે 15મી વિઘાનભાનું પ્રથમ બજેટ વિધાનસભાગૃહમાં રજૂ થશે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં બીજીવાર બજેર રજૂ કરશે ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે શું નિર્ણયો લેવામાં આવે તેની પર નજર રહેશે. આ બજેટમાં પ્રવાસન તેમજ ટુરીઝમ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવી શકે છે. આ ઉપરાંત વિધાનસભામાં જંગી બહુમતી જીત મળ્યા બાદ લોકોની અપેક્ષા પણ આ બજેટ પર ઘણી છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.27 કરોડનું હતું. આ વર્ષે બડેટમાં વધારો થવાની શક્યતાઓ છે. આ વર્ષનું બજેટ 2 લાખ અને 50 હજાર કરોડ કરતા પણ વધારે રહેવાની શક્યતા છે. સરકાર પાસેથી લોકોને શું રાહત મળશે તેના પર સૌની નજર રહેશે.
સંદેશ ન્યુઝ લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો
Subject:- Complaints of irregularity, negligence, misconduct or any other type of malpractice to the educational employees working in Government/Granted Primary Institutions during their duty,
Gujarat Budget: 15મી વિધાનસભા બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો
20 હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે
ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના કરવામાં આવશે
આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાસક પક્ષનું આ પ્રથમ બજેટ છે.
15મી વિધાનસભા બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો
શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે.
વિધવા સહાય, વૃદ્ધ પેન્શનમાં વધારો કર્યો હતો, પ્રવાસન થકી રોજગારી સર્જન કરવાનું સરકારનું લક્ષ્યાંક છે
અન્નપુર્ણા શ્રમિક યોજનાના 150 નવા કેન્દ્રો શરુ કરાશે
મુખ્યમંત્રી આદિજાતી ઉત્કર્ષ યોજના જાહેર કરવામાં આવી છે
સ્વાસ્થ્યની વીમાની મર્યાદા પાંચથી વધારી 10 લાખ કરવામાં આવી છે.
20 હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે.
ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના કરવામાં આવશે
કેશોદ એરપોર્ટ વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકામાં નવા એરપોર્ટ બનવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ માટે 55 કરોડ ફાળવાશે.
મહીસાગર, ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના થશે
ધોલેરામાં દેશના પહેલા સેમિકંડક્ટર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે.
સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગને ફાળવાયુ
રાજ્યની 6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રીએ 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાની જાહેરાત કરી છે.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડ તેમજ પ્રાથમિક શાળામાં RTE એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જ્યારે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડ ફાળવવામાં આવ્યા છે.
૧૭ નવેમ્બર 1999 માં યુનેસ્કોની સામાન્ય સભામાં તારીખ 20 ફેબ્રુઆરીને ‘વિશ્વ માતૃભાષા
દિન’ તરીકે ઉજવવાનો એક ઠરાવ પસાર થયો હતો તે પછી સને 2000 થી દર વર્ષે વિશ્વ સંસ્થા આ દિવસને
‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’ તરીકે ઉજવી રહી છે. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ એ રહ્યો છે કે વિશ્વના
દરેક દેશ આ દિવસે પોતપોતાની માતૃભાષાનું ગૌરવ ગાય અને તેની જાળવણી કરે તથા તેના સંવર્ધન માટે
વિવિધ સભાઓ અને વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે. અને એ રીતે ભાષા સાહિત્ય અને જે તે સંસ્કૃતિની
વિવિધતાને સન્માન અને પ્રોત્સાહન મળે
આજે વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાય છે ભારતના ૧૨૫ કરોડ લોકો કુલ ૪૨૭ જેટલી
ભાષા સાથે વિવિધ બોલીઓ બોલે છે હાલમાં ભારતમાં ૨૨ જેટલી ભાષાઓને બંધારણીય માન્યતા મળી છે
જેમાં માતૃભાષા ગુજરાતીની પણ ગણના થઇ છે.
આ દિનવિશેષની ઉજવણીના મૂળમાં ઈસવીસન 1952 ની ૧૨ મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં
બનેલી એક ઘટના જવાબદાર છે આ ઘટનામાં ચાર યુવાનો માતૃભાષા માટે લડતાં-લડતાં શહીદ થઈ ગયા
હતા તેઓ પોતાની માતૃભાષા બંગાળીના ઉપયોગના અધિકાર માટે ઢાંકા યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થીઓએ
આંદોલન કર્યું હતું ને એ ચારેય યુવાનો ગોળીબારમાં શહીદ થઈ ગયા હતા તે પછી 21 ફેબ્રુઆરી 1971માં
બાંગ્લાદેશે યુનેસ્કોને માતૃભાષા દિન’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને વિશ્વના કુલ ૨૦ દેશોએ
ટેકો આપ્યો હતો.
મહત્વપૂર્ણ લિંક
વિશ્વ માતૃભાષા દિવસ જીવંત પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો
વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત 2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
Important Link
વિશ્વ માતૃભાષા દિન વિશેષ ઉપયોગી માહિતી
Pdf 1 માતૃ ભાષાનું મહત્વ ડાઉનલોડ કરો અહીં
Pdf 2 માતૃભાષા ગૌરવ માહિતી ડાઉનલોડ કરો અહીં
Pdf 3 કવિ અને લેખક પરિચય ડાઉનલોડ કરો અહીં
Pdf 4 ભાષા મારી ગુજરાતી ડાઉનલોડ કરો અહીં
ગુજરાતી આપણી માતૃભાષા છે તેનું મહત્વ માતાના દૂધ જેટલું કીંમતી ગણાય છે.
એવું કહેવાય છે જે બાળકને જે ભાષામાં સપના આવે એટલે સ્વપ્નમાં જે ભાષાનો વ્યવહાર થતો હોય એ જ
શિક્ષણના માધ્યમની ભાષા હોવી જોઈએ. માના પ્રેમ અને માતૃત્વ પછી બીજી મહત્વની ઘટના હોય તો તે
માતૃભાષા છે જે ભાષામાં બાળક રડે એ ભાષામાં બાળક ભણે તો જ એ ખુલે અને ખીલે.
કવિવર ટાગોર કહે છે કે અંગ્રેજી શિક્ષણના પહેલા જ કોળિયે બાળકના બત્રીસે દાંત હલી ઊઠે
છે મોંમા જાણે કે ધરતીકંપ થાય છે તેથી સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકાર અંગેના ઘોષણાપત્રમાં જાહેર
કરવામાં આવ્યું છે કે બાળકને માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે આપણા ભારતીય બંધારણ પણ
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવવું ને મૂળભૂત અધિકાર ગણ્યો છે
એક સર્વે મુજબ ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા ચારથી ચૌદ વર્ષના ગુજરાતી
બાળકોનો માનસિક વિકાસ રૂંધાય છે તેઓ અશક્તિથી પીડાય છે, તેમનામાં લોહીની ઉણપ, ચીડિયો સ્વભાવ,
શરીરનો નબળો બાંધો, ચશ્માના નંબર વધી જાય તેવા લક્ષણો ખૂબ જોવા મળે છે
જગતના જે દેશોમાં બાળકો પોતાની માતૃભાષા દ્વારા જે ભણે છે તે દિવસોના અંગે કોઈ ચર્ચા પણ
થતી નથી જે બાળકોને કલાપી કે મેઘાણીની કવિતાઓ, ધૂમકેતુની વાર્તાઓ, નરસિંહ મહેતાના ભજનો ખબર
જ નથી કે તેને ગાતા આવડતું નથી તે અનાથ છે. ગાંધીજીની ‘સત્યના પ્રયોગો, આત્મકથા જેવા પુસ્તકો
વાંચ્યા નથી તે પણ અનાથ છે આજે આપણે કલ્ચરથી કપાઈ ગયા છીએ. જેની ભાષા નાશ પામે છે તેની
સંસ્કૃતિ પણ નાશ પામે છે ભાષા મરે તે સાથે પ્રજાની આગવી ઓળખ પણ નષ્ટ થતી જાય છે માટે
માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય છે
જેના દ્વારા આપણે આપણી ભારતીય સંસ્કૃતિના વારસાને પામી શકીએ અને આપણી સંવેદનશીલતાને
અભિવ્યક્ત કરી શકીએ તે જ સાચી માતૃભાષા.
Important Link
વિશ્વ માતૃભાષા દિન વિશેષ ઉપયોગી માહિતી
Pdf 1 માતૃભાષાનું મહત્વ ડાઉનલોડ કરો અહીં
Pdf 2 માતૃભાષા ગૌરવ માહિતી ડાઉનલોડ કરો અહીં
Pdf 3 કવિ અને લેખક પરિચય ડાઉનલોડ કરો અહીં
Pdf 4 ભાષા મારી ગુજરાતી ડાઉનલોડ કરો અહીં
No comments:
Post a Comment