Pages

Search This Website

Saturday, 27 May 2023

Adopt these 5 tips, your home loan will be paid in no time

 

અપનાવો આ 5 ટિપ્સ, તમારી હોમ લોન ફટાફટ ભરાઈ જશે



તમારા પગારમાથી નાની બચત કરી એક ફંડ ઉભુ કરી પ્રી- પેમેન્ટ કરી શકો છો

દર મહિને 5000 રુપિયાની SIP કરી 15 વર્ષ પછી તમે 20 થી 22 લાખનું રિટર્ન મેળવી શકો છો

Image Envato

તા. 27 મે 2023, શનિવાર 

છેલ્લા કેટલાક સમયથી આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કરતાં દરેક બેંકોએ હોમ લોન પરનું વ્યાજ વધારી દીધુ છે. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત વધતી જતી મોંધવારીમાં દરેક માણસ પોતાની રોજીંદી જરુરીયાતો પુરી કરવા દોડધામ કરી રહ્યો છે. અને તેમા મોટાભાગનો નીચલો વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારની વાત કરીએ તો તે માંડ માંડ રોટી-કપડોનો જુગાડ કરી શકે છે. પરંતુ તેને રહેવા માટે મકાનની કોઈ વ્યવસ્થા કરી શકતો નથી. જો કે દરેક વ્યક્તિને પોતાના ઘરની ઈચ્છા હોય છે અને તેથી છેવટે લોન લઈને તે તેનું આ સ્વપ્ન પુરુ કરતો હોય છે.

સામાન્ય માણસ પાસે તેના પરિવાર માટે ઘર ખરીદવા માટે કોઈ બચત હોતી નથી એટલે લોન લઈ પોતાનું ઘર બનાવવા મહેનત કરતો હોય છે પરંતુ આજકાલ લોન લેવી પણ ઘણી અઘરી છે. પરંતુ તેની આવકના આધારે ઘણા લોકોને લોન મળી પણ જતી હોય છે. પરંતુ તેનુ વ્યાજ બહુ જ વધારે હોવાથી આ લોન મોંઘી પડતી હોય છે. અને લોન ચુકવવાની મુદત 25 થી 30 વર્ષ હોય છે. પરંતુ કેટલાક  લોકો આટલો મોટો સમય સુધી લોનનો બોજ સહન કરી શકતા નથી. 

આ બાબતે બેંકના એક કર્મચારીએ તેના માટે 5 વિકલ્પ આપ્યા છે

1. પ્રી-પેમેન્ટ કરવા માટે તૈયાર કરો સ્પેશિયલ ફંડ 

હોમ લોનને પ્રી- પેમેન્ટ કરવા માટે તમારે કોઈ જેકપૉટની જરુર નથી.  જો તમે 20 થી 30 વર્ષની ઉંમરમાં લોન લીધી છે તો તમે તમારા પગારમાથી નાની બચત કરી એક ફંડ ઉભુ કરી શકો છો. જેમા તમારો પગાર, બોનસ, એક્સ્ટ્રા આવકનો પણ સમાવેશ કરી શકો છો. પછી જમા રાશિથી પ્રી- પેમેન્ટ કરી શકો છો. કેટલાક વર્ષોની  વચ્ચે આ રીતે કરી શકો છો. જેમા લોનની રકમ પણ ઓછી થઈ જશે અને વ્યાજ પણ ઓછુ આવશે. અને તેનો સમયગાળો પણ ઓછો થઈ જશે. 


2. દર મહિને EMIની રકમ વધારી દો

તમારી લોન કઈ ટાઈપ છે તે જોઈ તેમા એ તપાસ કરાવી તમે દરેક મહિને તેનો હપ્તો વધારી શકો છો પરંતુ એ તમે જ્યારે લોન લીધી હશે તેના નિયમ પ્રમાણે જોવુ પડશે. જો તમારી ફિક્સ રેટ લોન હશે તો તેમા તમને લાભ મળશે. રિફાઈનેસ ન કરી શકવાની સ્થિતિમાં તમે માસિક પેમેન્ટ વધારી શકો છો. તેનાથી તમે વ્યાજ વધવાના બોજમાથી મુક્ત રહી શકશો. અને તમારી લોનની મુળ રકમ પણ ઘટતી રહેશે. તમે દર મહિને આ રીતે પેમેન્ટ કરી હપ્તા ઓછા કરી શકો છો. 

3. હોમ લોન ટ્રાન્સફર કરવી શકો છો

કેટલાક લોકોનો પગાર ઓછો હોવાથી અને ક્રેડિટ સ્કોર સારો હોવાથી તેઓ હાઈરેસ્ટ રેટમાં હોમા લોન લેવી  પડતી હોય છે. પરંતુ કેટલાક કારણોસર પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ ન મળવાના કારણે જોબ બદલતા પગાર સારો મળવા હોય તો તમારી લોનની મુળ રકમ બીજી અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનો વિચાર કરી શકો છો. અને એવા જો વ્યાજ દર ઓછો થાય તો કેટલીક બેંકો એવી સુવિધા આપતી હોય છે. અને તેની કોઈ પ્રોસેસિંગ ફી આપી આ કામ કરી શકો છો. બીજી બેંકમાં લોન ઝડપથી ચુકવવા EMI વધારી લોનની મુળ રકમ ઓછી કરી શકો છો. તમારી લોનનો સમય 20 વર્ષનો હોય તો તેમાં શરુઆત બાદ 2 થી 5 વર્ષની અંદર લોનને બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો. 

4. મ્યુચુઅલ ફંડમાં SIP માં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે

SIP એટલે કે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પ્રમાણે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. અને તેમાથી સારુ રિટર્ન મેળવી શકો છો. જેમ કે  25 લાખની હોમ લોન છે અને તેનો સમયગાળો 25 વર્ષનો છે. અને તેમા તમે દર મહિને 5000 રુપિયાની SIP કરી તેનો લાભ મેળવી શકો છો. જ્યા 15 વર્ષ પછી તમે 20 થી 22 લાખનું રિટર્ન મેળવી શકો છો. જેનો ફાયદો તમને લોનમાં થઈ શકશે. અને તમારી હોમ લોનને પ્રી-પેમેન્ટ કરી શકો છો. અને તેના કારણે તમારી હોમ લોનની સમય 10 વર્ષ ઘટી જશે. 

5. આ રીતે કરી શકો છો તેનો ઉપયોગ 

તમે કોઈ એક લમસમ રકમ ભરી તમારી લોનની રકમ ઓછી કરી શકો છો. જો તમારી પાસે કોઈ અચાનક રુપિયા આવે છે તો આ રીતે તમે વ્યવસ્થા કરી શકો છો. તે ઉપરાંત તમે લમસમ રકમ ભરી લોન પુરી પણ કરી શકો છો. લમસમ મતલબ વન ટાઈમ પેમેન્ટ કે જેમા તમે એક મોટી રકમ એક સાથે ભરી શકો છો. જેનાથી તમારી મુળ રાશિ પણ ઓછી થઈ જશે અને વ્યાજ પણ ઓછુ આવશે. 

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment