Search This Website

Wednesday, 7 June 2023

પાલક માતાપિતા યોજના: આ યોજના હેઠળ બાળકને મળશે 3000 રૂપિયાની સહાય; જાણો અરજી કરવાની રીત

 

પાલક માતાપિતા યોજના: આ યોજના હેઠળ બાળકને મળશે 3000 રૂપિયાની સહાય; જાણો અરજી કરવાની રીત


પાલક માતાપિતા યોજના: આ યોજના હેઠળ બાળકને મળશે 3000 રૂપિયાની સહાય: ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે અવનવી યોજના લઈને આવે છે. તેમાંની એક યોજના એટ્લે Foster parent plan એટ્લે કે પાલક માતાપિતા યોજના, આ યોજના અંતર્ગત બાળકના માતાપિતાનું અવસાન થયેલ હોય તેવા બાળકો માટે ની આ યોજના છે. આ પાલક માતાપિતા યોજના અંતર્ગત રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આ યોજના ના લાભ તથા અરજી વિશેની માહિતી વિશે.

પાલક માતાપિતા યોજના


Foster parent plan

યોજનાપાલક માતાપિતા યોજના ( Foster parent plan)
સહાયબાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા ગુજરાત સરકાર દ્વારા આપવામા આવે છે.
હેતુરાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.
કોને લાભ મળેગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.
રાજ્યગુજરાત
અરજીનો મોડઓનલાઇન
અરજી કરવા માટેની વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/

પાલક માતાપિતા યોજના

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જે બાળકના માતા-પિતાનું અવસાન થયું છે. તે આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને રૂપિયા 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

યોજના વિશે

પાલક માતા પિતા યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત, ગુજરાતના તમામ અનાથ બાળકો, કે જેમની ઉમર 18 વર્ષ સુધીની છે તેમને આ લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

પાલક માતાપિતા યોજના માટેના નિયમો

  • આ યોજના અંતર્ગત જે બાળક કે જેના માતા અને પિતા બંને નું અવસાન થયું છે અથવા જેના પિતા મૃત્યુ પામ્યા છે અને જેના માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને મહિને રૂપિયા 3000/- ની સહાય પેટે ચુકવવામાં આવે છે.
  • આ પાલક માતા પિતા યોજનાની સહાય DBT થી ચુકવવામાં આવે છે.
  • પાલક માતા-પિતા યોજનામાં 0 થી 18 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવ્યા છે. કે જેમના માતાપિતા હયાત નથી અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે.
  • આ યોજના પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહેશે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની વયના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત પ્રાથમિક શાળાનું શિક્ષણ આપવાનું રહેશે.
  • બાળકના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે.
  • Foster parent plan માટે જરૂરી આધાર પુરાવાઓ

    • જે બાળક અનાથ છે તે બાળક નું જન્મ પ્રમાણપત્ર
    • માતા-પિતા ના મરણનું પ્રમાણપત્ર
    • જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા કરાયેલા બીજા લગ્ન માટે નું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.
    • બાળક ની જે તે શાળા નું બોનોફાઇડ સર્ટિફિકેટ (ચાલુ અભ્યાસનો દાખલો)
    • બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયા પછી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલક-માતા પિતા બાળક સાથે જોઇન્ટ બેન્ક ખાતું ખોલાવી શકશે.)
    • પાલક માતાપિતા ની વાર્ષિક આવકનો દાખલો
    • પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની ઝેરોક્ષ.
    • પાલક માતા પિતાના બાળક સાથે નો તાજેતરનો ફોટો.
    • બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત ઝેરોક્ષ.
    • પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત ઝેરોક્ષ.
    • પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત ઝેરોક્ષ.

    લાભો

    આ યોજના ની અરજી કર્યા પછી નિરાધાર બાળકો કે સરકાર તરફ થી દર મહિને ૩૦૦૦ રૂપિયા બાળક ને સહાય ના ભાગરુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને 18 વર્ષ ની ઉમર થાય ત્યા સુધી મળશે.

    વાર્ષિક સહાય

    Foster parent plan (પાલક માતા પિતા યોજના) માં બાળક ના પાલન પોષણ તેમજ અભ્યાસ માટે માસિક 3000 રૂપિયા લેખે વાર્ષિક 36000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

    અગત્યની લીંક

    ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
    ફોર્મની પીડીએફઅહી ક્લિક કરો
     

    Foster parent plan અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

    માસિક 3000 લેખે વાર્ષિક 36000 રૂપિયા

    Foster parent plan અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે ?

    https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

No comments:

Post a Comment