Pages

Search This Website

Monday, 31 July 2023

ખેડૂતહિતકારી નિર્ણય : ગુજરાત સરકારે જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

 

ખેડૂતહિતકારી નિર્ણય : ગુજરાત સરકારે જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

ખેડૂતહિતકારી નિર્ણય : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં મળેલી રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હક્કો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી, નોકરી, સલામી ભરવા જેવા વિવિધ ઇનામો નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેડનારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકીહકકો આપવામાં આવ્યા છે.

ખેડૂતહિતકારી નિર્ણય
ખેડૂતહિતકારી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ થયેલી રજૂઆતોના આધારે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે હાલના જમીનધારકોને આવી જમીનોના વિકાસ કાર્યો કરવામાં અવરોધ ઉપસ્થિત થઇ રહ્યો હતો. તેથી તેઓએ રાજ્યમાં સુશાસનને વધુ વેગ આપવા માટે પારદર્શી અને સરળ વહીવટી પ્રક્રિયાઓ સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે આવા જમીનધારકોના કબજાઓ નિયમબદ્ધ કરી આપવાના જે દિશા નિર્દેશો આપેલા હતા તેને પગલે હવે આવા કબજાઓ નિયમબદ્ધ થઈ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત, જિલ્લા કલેકટર કક્ષાએ આવા કબજાઓને નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment