PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 , ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને મળશે રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ જુઓ અહીં ક્લિક કરીને

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ PM યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ (YASASVI) માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ pm yasasvi yojana 2023 શિષ્યવૃત્તિ પ્રવેશ પરીક્ષા યોજના માટે અધિકૃત વેબસાઇટ www.yet.nta.ac.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. PM યસસ્વી શિષ્યવૃત્તિ યોજના અરજી ફોર્મ 2023 સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે બપોરે 11:50 વાગ્યા સુધી. તમામ વિદ્યાર્થીઓ પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 માટે શિષ્યવૃત્તિની રકમની સંપૂર્ણ વિગતો નીચે આપેલ લેખથી મેળવી શકશો.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2023-24ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પરીક્ષા તારીખ 29 સપ્ટેમ્બર 2023 ના રોજ યોજવામાં આવશે જેનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે.આ યોજનામાં પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા આધારિત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹75,000 તથા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ₹1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાથી લાભ
ભારત સરકાર હેઠળના વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આ યોજનાનો સિદ્ધો લાભ પછાત વર્ગોના વિદ્યાર્થીઓને થશે. જે લોકો આર્થિક પરિસ્થિતીના લીધે પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે જ છોડી ડે છે તેવા લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ નીવડશે કારણ કે આ યોજના થકી ગરીબ વિદ્યાર્થીઓને સહાય મળશે. PM યશસ્વી યોજના પારદર્શક છે કારણ કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75000 રૂપિયા મળવા પાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે.

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા
- અરજદાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
- અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
- વિદ્યાર્થી લીસ્ટ આપેલ તેમાંથી સ્કુલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
- 2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
- વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
- ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
- ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2004 થી 31-03-2008 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
- છોકરા-છોકરી બંને અરજી કરી શકે છે
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના આવક મર્યાદા
- આ યોજના માટે માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ કેટલી સહાય મળવાપાત્ર
- ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પરીક્ષા તારીખ 2023
- PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 29/09/2023 (શુક્રવાર)ના રોજ લેવાશે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ
- અભ્યાસનું સર્ટીફીકેટ
- આધારકાર્ડ
- બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઈ-મેઈલ એડ્રેસ
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ અરજી કઈ રીતે કરશો?
- NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
- PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
- માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
- ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાના શરુ તારીખ | 11/07/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10/08/2023 (11:50 PM) |
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પરીક્ષા તારીખ | 29/09/2023 |
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ સ્કુલ લિસ્ટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના www.yet.nta.ac.in છે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની છેલ્લી તારીખ શું છે?
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2023 છે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પરીક્ષા તારીખ કઈ છે ?
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પરીક્ષા તારીખ 29/09/2023 (શુક્રવાર) છે.
No comments:
Post a Comment