Pages

Search This Website

Sunday, 2 July 2023

Solar Rooftop Yojana 2023 Online Apply

 
હવે 25 વર્ષ સુધી લાઈટ બિલ નહી ભરવું પડે જાણો આ યોજના વિશે – Solar Rooftop Yojana 2023 Online Apply


પ્રધાનમંત્રી સોલાર યોજના | સોલાર રૂફટોપ યોજના 2023| સોલાર પેનલ કિંમત ગુજરાત
સોલાર પેનલ
 યોજના | solar system subsidy in Gujarat 2023 | સૂર્ય ઉર્જા રૂફટોપ સહાય । Solar Rooftop Yojana 2023

ગુજરાત એક એવું રાજ્ય છે કે જે એક વર્ષ રીન્યુએબલ એનર્જી થી સારી એવી પાવર જનરેટ કરે છે. જો રાજ્ય પ્રમાણે જોવામાં આવે તો ગુજરાત ભારતમાં પાવર જનરેટ ના મામલે બીજા નંબરે આવે છે. ગુજરાત કુલ 38,000 મેગાવોલ્ટ વીજળીનુ ઉત્પાદન કરે છે જે કુલ ભારતના 10 ટકા ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન ગુજરાત રાજ્ય કરે છે.

ગુજરાત રાજ્ય પોતાની રાજયની જરૂરિયાત મુજબના ઇલેક્ટ્રિસિટી માં કુલ 35 ટકા ઇલેક્ટ્રિસિટી રીન્યુએબલ એનર્જી થી જનરેટ કરે છે. જેમાં 8000 મેગાવોલ્ટ પવન ચકી દ્વારા, 3273 મેગાવોલ્ટ સોલાર દ્વારા, 82 મેગાવોલ્ટ બાયોમાસ દ્વારા અને 64 મેગાવોલ્ટ નાના હાઇડ્રો પાવર પ્લાન દ્વારા જનરેટ કરે છે. હવે સરકારનો નવો ટાર્ગેટ 35% થી વધારીને 53% સુધી નો છે. એના માટે ગુજરાત સરકાર સોલાર પાવર માં નવી પોલિસી સાથે સબસિડી આપી લોકો પણ એમાં સહયોગી બની રિન્યુએબલ પાવર જનરેટ કરી અને ઇલેકટ્રીસિટી નો બચાવ કરીએ.

ગુજરાતના ઉર્જા મંત્રાલય દ્વારા સોલાર રૂફટોપ યોજના 2023 અંતર્ગત સોલાર પર સબસિડી આપવામાં આવશે. જેનાથી લોકો પોતાના ઘરે સોલાર પ્લેટ દ્વારા ગ્રીન એનર્જી જનરેટ કરી પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડો કરવામાં સહભાગી બની શકે છે.

સોલાર રૂફટોપ યોજના – Solar Rooftop Yojana 2023 Online

Solar Rooftop Yojana 2023: આ યોજનામાં સોલાર પ્લેટ ઘરની છત પર કે ધાબા પર લગાવવામાં આવે તેના પર સૂર્યના કિરણો પડવાથી વીજળી ઉત્પન્ન કરી શકો અને તેનું વેચાણ પણ કરી શકો છો. સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના નો મુખ્ય ઉદેશ ગ્રીન એનર્જી ના ઉપયોગ ને પ્રોત્સાહન આપવાનો તથા પરંપરાગત ઉર્જા નો ઓછો ઉપયોગ થાય તેથી છેવાડાના માનવીને વીજળી મળી રહે.

સૌર રૂફટોપ યોજના માહિતી

યોજનાનું નામસોલાર રૂફટોપ યોજના 2023 (Solar Rooftop Scheme 2022)
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલMinistry of New & Renewable Energy (MNRE) Government of India
લાભ મળવા પાત્રભારતના નાગરિકો
લાભાર્થીને મળવાપાત્ર સબસીડી20% થી લઈ ને 40% સુધી સબસીડી મળી શકે.
સોલાર પેનલનો કુલ સમયગાળો22 વર્ષ સુધી
ઓફીસીયલ વેબસાઈટhttps://solarrooftop.gov.in/

સૌર ઊર્જા યોજના 2023 નો ઉદેશ્ય

  • ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવું
  • પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે પ્રયત્ન
  • કાર્બન ડાયોક્સાઇડ (CO2) ડિપેન્ડન્સી ઓછી કરવી

સોલાર રૂફટોપ માટે સબસિડી

સોલાર સબસીડી : ભારત સરકાર દ્વારા સૂર્ય ઉર્જા માટે  ઘર ની છત સોલર પ્લેટ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે. આવો જોઈએ કેટલા કિલો વોલ્ટ માટે કેટલા ટકા સબસિડી આપવામાં આવે છે.

ક્રમકુલ ક્ષમતાસબસીડી
૩kv સુધી૪૦% (કુલ કિમત પર)
૩Kv થી ૧૦kv સુધી૨૦% (કુલ કિમત પર)
જો 11kv હોય તો પેહલા 3KV માટે 40% અને બાકીના 3kv થી 10kv માટે 20% અને 1kv બચ્યા તેની સબસિડી નહીં મળે.

સૂર્ય ઉર્જા રૂફટોપ કેલ્ક્યુલેટર – Solar Rooftop Calculator

ભારત સરકાર દ્વારા Solar Rooftop કેલ્ક્યુલેટર બનાવવામાં આવેલ છે, જેમાં તમારું રૂફ ટોપ એરિયા સિલેક્ટ કરી અને તમારા રાજ્ય પ્રમાણે પ્રતિ કિલો વોલ્ટ કેટલા રૂપિયા ખર્ચ થશે તેની માહિતી મેળવી શકો છો.

સોલાર રૂફટોપ કૅલ્ક્યુલેટર પર જવા અહી ક્લિક કરો

સોલાર રુફ્ટોપ સહાય યોજનાના લાભ | Solar Rooftops Sahay Yojana Benefits

જે લોકો પોતાના ઘર ની છત પર સોલર પ્લેટ લગાવવા માંગે છે  તે નીચે મુજબ ના ફાયદાઓ ના ભાગીદાર બનશે.

  • જે લોકો સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર પ્લાન્ટ લગાવવા માંગે છે તમને જણાવી દઈએ કે તેઓનું જેટલો ખર્ચ સોલર પ્લાન્ટ લગાવવા થશે તે અંદાજે પ્રથમ પાંચ વર્ષમાં જ વસૂલ થઈ જશે
  • તો આમ જોવા જઈએ તો એક સોલર પ્લાન્ટ ની આયુ 25 વર્ષ સુધીની હોય તો પ્રથમ પાંચ વર્ષની નિકાળતા બાકીના ૨૦ વર્ષ સુધી વીજળી મફત મળશે તેવું કહી શકાય
  • જો તમારા મોટો સોલર પ્લાન્ટ તો તમારા વપરાય સિવાય જેટલા પણ યુનિટ બચશે તે રૂપિયા ૨.૨૫ પ્રતિ યુનિટ વીજ કંપની ખરીદી લેશે અને તેનું બિલ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે
  • પ્રથમ પાંચ વર્ષ સુધી સોલર રુફટોપ પ્લાન્ટ નું મેન્ટેનન્સ જે કંપનીમાંથી ખરીદશો તેના દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

Solar Rooftop Sahay Yojana Online Apply Link

તમને જણાવી દઈએ કે ગુજરાત સોલાર રૂફટોપ યોજના 2023 અંતર્ગત કોઈ ઓનલાઈન અરજી કરવાની પ્રકીયા નથી, તમારે સૌર્ય ઉર્જા રૂફટોપ યોજના ના ઇન્સ્ટોલર લિસ્ટ પર જઈ ત્યા આપેલ કંપનીઓનો સંમપર્ક કરવો પડશે, ત્યારબાદ જે કંપની તમારો કોન્ટ્રાક્ટ લેશે તે કંપની ને તમારે સરકારની સબસીડી બાદ કરી બાકી વધતી રકમ જ આપવાની રેહેશે.

વેબસાઈટ પર જવા અહી ક્લિક કરો

મિત્રો, સોલાર પેનલ લગાવવા ૧KV સૌર્ય ઉર્જા માટે ૧૦ વર્ગમીટર જગ્યા જોઈએ, જે આરામથી તમારા ઘરની છત પર લગાવી શકો. અને તમે સોલાર પેનલ ના કેલ્ક્યુલેટર ના મદદથી પ્રતિ KV કેટલો ખર્ચ થશે તે જાણી શકશો જેની લીક અમે ઉપર સેર કરેલ છે. ગુજરાત સોલાર રૂફટોપ યોજના નો હેલ્પલાઇન નંબર 1800-180-3333 છે


For Best View Please Open This Website In CHROME / OPERA Browser

1 comment:

  1. https://gujaratikhbr.com/sarkariyojana/cast-certificate-process-in-gujarat/

    ReplyDelete