માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી । Manav Kalyan Yojana Selection List 2023
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી ઓનલાઈન અરજી થાય છે. અગાઉ માનવ કલ્યાણ યોજનાના Online Application Form ભરાયેલા હતાં. આ તમામ અરજીઓની સંબંધિત વિભાગ દ્વારા ખરાઈ કરવામાં આવતી હોય છે. ખરાઈ બાદ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવે છે. આ યોજના હેઠળ જે લાભાર્થીઓએ ઓનલાઈન અરજીઓ કરી હોય તેમના નામ પસંદ થયેલા છે કે નહિં? તે આ આર્ટિકલ દ્વારા જાણીશું.
Highlight Point Of Manav KalyanYojana Selection List 2023
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ |
આર્ટિકલનો પેટા પ્રકાર | માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી. |
વિભાગનું નામ | કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | ધંધા માટે સાધન સહાય |
અરજી પ્રક્રિયા | Online |
અધિકૃત વેબસાઈટ | https://e-kutir.gujarat.gov.in/ |
નામ કેવી રીતે ચેક કરી શકાય? | ઓનલાઈન ચેક કરી શકાય |
પસંદ થયેલા નામ ચેક કરવા માટે. | Download Manav KalyanYojana Selection List 2023 |
Manav Kalyan yojana Tool Kit List
માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.
- કડિયા કામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
- માછલી વેચનાર માટેની ટૂલકીટ
- પાપડ બનાવટના સાધનો
- અથાણા બનાવટ માટે સાધન
- ઠંડા પીણા,ગરમ,વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
- પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.)
Commissioner of Cottage and Rural Industries Department Gujarat દ્વારા દર વર્ષે આ ફોર્મ ઓનલાઈન સ્વીકારવામાં આવે છે. રાજ્યના પાત્રતા ધરાવતા અરજદારોઓએ એપ્લિકેશન કરેલી હતી. જિલ્લાની કચેરીઓ દ્વારા આવી અરજીઓની ખરાઈ કર્યા બાદ કોમ્પ્યુટર રાઈઝ ડ્રો કરેલો હતો. જેમાં પસંદ થયેલા નામોની યાદી e-Kutir Gujarat Portal પર જાહેર કરેલી છે. આ યાદી કેવી રીતે જોવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં ”e Kutir Portal” ટાઈપ કરો.
- સર્ચ પરિણામમાં “કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ”ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- આ અધિકૃત વેબસાઈટ Home Page પર “News/Information પર જવાનું રહેશે.
- હવે તમને જુદા-જુદા જાહેરાત અને નોટીફિકેશન દેખાશે.
- જેમાં ”માનવ કલ્યાણ યોજનાના સમાચાર જોવા મળશે કે, “માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી દેખાશે.
- તેની સામે આપેલી “Attachments” પર ક્લિક કરો. જેમાં એક PDF ફાઈલ Download થશે.
- આમ છેલ્લે, આ PDF ફાઈલ Download કરીને તમારું નામ ચેક કરી શકો છો.
No comments:
Post a Comment