શ્રાદ્ધ લીસ્ટ 2023: કયુ શ્રાદ્ધ ક્યા દિવસે છે, 2023 નુ તારીખ વાઇઝ લીસ્ટ
શ્રાદ્ધ લીસ્ટ 2023: કયુ શ્રાદ્ધ કયા દિવસે છે: હાલ પવિત્ર શ્રાવણ માસ પુરો થયો છે અને ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. હવે થોડા દિવસો મા શ્રાદ્ધ પક્ષ શરૂ થશે. શ્રાદ્ધ મા દરેક લોકો પોતાના પિતૃઓને ખુશ કરવા માટે પીપળે પાણી રેળવા અને શ્રાદ્ધ સહિતના કાર્યો કરતા હોય છે. હિંદુ સંસ્કૃતિ મા શ્રાદ્ધ તિથી અનુસાર કરવામા આવે છે. એટલે કે પિતૃની જે તીથી હોય તે દિવસે શ્રાદ્ધ કાર્ય કરવામા આવે છે. થોડા દિવસોમા જ શ્રાદ્ધ પક્ષ શરૂ થનાર છે.
કયુ શ્રાદ્ધ કઇ તારીખે છે તે માહિતી આ પોસ્ટમા જાણીએ. વર્ષ 2023માં શ્રાદ્ધ મહિનો ક્યારે છે એટલે કે પિતૃ ભક્તિનો પાવન સમય ક્યારે શરૂ થનાર છે તે જાણીએ. વર્ષે યોજાનાર શ્રાદ્ધની સંપૂર્ણ યાદી. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ પિંડનું શું છે મહત્વ છે તે પણ જાણીએ.
શ્રાદ્ધ લીસ્ટ 2023
પિતૃઓને સમર્પિત મહિનો એટલે કે પિતૃ પક્ષ મહિનો ભાદરવા મહિનાની પૂર્ણિમા થી શરૂ થાય છે અને અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ મહિનો પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવામા આવે છે. શ્રાદ્ધ કાર્ય એટલે શ્રદ્ધાથી થયેલી ભક્તિ. જ્યારે પિતૃ પક્ષ શરૂ થાય છે, ત્યારે પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવામા આવે છે.
આપની સંસ્કૃતિમા એવી માન્યતા છે કે શ્રાદ્ધ કાર્ય કરવામા ન આવે તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી અને તમારા ઘરમાં સુખ શાંતિ રહેતી નથી. આવો, ચાલો જાણીએ કે વર્ષ 2023 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધ કાર્યનુ મહત્વ શું છે.
કયુ શ્રાદ્ધ કયા દિવસે છે
તારીખ | વાર | શ્રાદ્ધ |
29 સપ્ટેમ્બર 2023 | શુક્રવાર | પૂર્ણિમા શ્રાદ્ધ |
29 સપ્ટેમ્બર 2023 | શુક્રવાર | એકમ શ્રાદ્ધ |
30 સપ્ટેમ્બર 2023 | શનિવાર | દ્વિતિયા શ્રાધ |
01 ઓક્ટોબર 2023 | રવિવાર | તૃતીયા શ્રાદ્ધ |
02 ઓક્ટોબર 2023 | સોમવાર | ચતુર્થી શ્રાદ્ધ |
03 ઓક્ટોબર 2023 | મંગળવાર | પંચમી શ્રાદ્ધ |
04 ઓક્ટોબર 2023 | બુધવાર | ષષ્ઠી શ્રાદ્ધ |
05 ઓક્ટોબર 2023 | ગુરૂવાર | સપ્તમી શ્રાદ્ધ |
06 ઓક્ટોબર 2023 | શુક્રવાર | અષ્ટમી શ્રાદ્ધ |
07 ઓક્ટોબર 2023 | શનિવાર | નવમી શ્રાદ્ધ |
08 ઓક્ટોબર 2023 | રવિવાર | દશમી શ્રાદ્ધ |
09 ઓક્ટોબર 2023 | સોમવાર | એકાદશી શ્રાદ્ધ |
11 ઓક્ટોબર 2023 | બુધવાર | દ્વાદશી શ્રાદ્ધ |
12 ઓક્ટોબર 2023 | ગુરુવાર | ત્રયોદશી શ્રાદ્ધ |
13 ઓક્ટોબર 2023 | ચતુર્દશી શ્રાદ્ધ | શુક્રવાર |
14 ઓક્ટોબર 2023 | શનિવાર | સર્વ પિતૃ અમાવસ્યા |
No comments:
Post a Comment