Pages

Search This Website

Sunday, 24 September 2023

શ્રાદ્ધ લીસ્ટ 2023: કયુ શ્રાદ્ધ ક્યા દિવસે છે, 2023 નુ તારીખ વાઇઝ લીસ્ટ

 

શ્રાદ્ધ લીસ્ટ 2023: કયુ શ્રાદ્ધ ક્યા દિવસે છે, 2023 નુ તારીખ વાઇઝ લીસ્ટ


શ્રાદ્ધ લીસ્ટ 2023: કયુ શ્રાદ્ધ કયા દિવસે છે: હાલ પવિત્ર શ્રાવણ માસ પુરો થયો છે અને ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. હવે થોડા દિવસો મા શ્રાદ્ધ પક્ષ શરૂ થશે. શ્રાદ્ધ મા દરેક લોકો પોતાના પિતૃઓને ખુશ કરવા માટે પીપળે પાણી રેળવા અને શ્રાદ્ધ સહિતના કાર્યો કરતા હોય છે. હિંદુ સંસ્કૃતિ મા શ્રાદ્ધ તિથી અનુસાર કરવામા આવે છે. એટલે કે પિતૃની જે તીથી હોય તે દિવસે શ્રાદ્ધ કાર્ય કરવામા આવે છે. થોડા દિવસોમા જ શ્રાદ્ધ પક્ષ શરૂ થનાર છે.

કયુ શ્રાદ્ધ કઇ તારીખે છે તે માહિતી આ પોસ્ટમા જાણીએ. વર્ષ 2023માં શ્રાદ્ધ મહિનો ક્યારે છે એટલે કે પિતૃ ભક્તિનો પાવન સમય ક્યારે શરૂ થનાર છે તે જાણીએ. વર્ષે યોજાનાર શ્રાદ્ધની સંપૂર્ણ યાદી. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ પિંડનું શું છે મહત્વ છે તે પણ જાણીએ.

શ્રાદ્ધ લીસ્ટ 2023

પિતૃઓને સમર્પિત મહિનો એટલે કે પિતૃ પક્ષ મહિનો ભાદરવા મહિનાની પૂર્ણિમા થી શરૂ થાય છે અને અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ મહિનો પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવામા આવે છે. શ્રાદ્ધ કાર્ય એટલે શ્રદ્ધાથી થયેલી ભક્તિ. જ્યારે પિતૃ પક્ષ શરૂ થાય છે, ત્યારે પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવામા આવે છે.

આપની સંસ્કૃતિમા એવી માન્યતા છે કે શ્રાદ્ધ કાર્ય કરવામા ન આવે તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી અને તમારા ઘરમાં સુખ શાંતિ રહેતી નથી. આવો, ચાલો જાણીએ કે વર્ષ 2023 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધ કાર્યનુ મહત્વ શું છે.

કયુ શ્રાદ્ધ કયા દિવસે છે

તારીખવારશ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2023શુક્રવારપૂર્ણિમા શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2023શુક્રવારએકમ શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2023શનિવારદ્વિતિયા શ્રાધ
01 ઓક્ટોબર 2023રવિવારતૃતીયા શ્રાદ્ધ
02 ઓક્ટોબર 2023સોમવારચતુર્થી શ્રાદ્ધ
03 ઓક્ટોબર 2023મંગળવારપંચમી શ્રાદ્ધ
04 ઓક્ટોબર 2023બુધવારષષ્ઠી શ્રાદ્ધ
05 ઓક્ટોબર 2023ગુરૂવારસપ્તમી શ્રાદ્ધ
06 ઓક્ટોબર 2023શુક્રવારઅષ્ટમી શ્રાદ્ધ
07 ઓક્ટોબર 2023શનિવારનવમી શ્રાદ્ધ
08 ઓક્ટોબર 2023રવિવારદશમી શ્રાદ્ધ
09 ઓક્ટોબર 2023સોમવારએકાદશી શ્રાદ્ધ
11 ઓક્ટોબર 2023બુધવારદ્વાદશી શ્રાદ્ધ
12 ઓક્ટોબર 2023ગુરુવારત્રયોદશી શ્રાદ્ધ
13 ઓક્ટોબર 2023ચતુર્દશી શ્રાદ્ધશુક્રવાર
14 ઓક્ટોબર 2023શનિવારસર્વ પિતૃ અમાવસ્યા

હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે આપણે પૂર્વજોનું શ્રાદ્ધ સંસ્કાર અને પિંડ દાન કરવું જોઈએ, તેનાથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે. જે લોકોને તેમના પિતૃઓની શ્રાદ્ધ તિથી કઇ છે તે ખબર નથી તે લોકો છેલ્લુ શ્રાદ્ધ એટલે જે સર્વપિતૃ અમાસ ને દિવસે શ્રાદ્ધ કાર્ય કરી શકે છે. પૂર્વજોના આત્માની સદગતિ અને શાંતિ માટે તેમજ પિતૃના આશિષ મેળવવા માટે શ્રાદ્ધ તર્પણ કરવું જરૂરી છે. આપણે ત્યા એવી માન્યતા પ્રવર્તે છે કે પિતૃના આશિષથી જીવનમાં આવતી સુખ શાંતિ જળવાઇ રહે છે અને જીવનમા આવતી અણધારી મુશ્કેલીઓ મા થી પન યોગ્ય માર્ગ મળી રહે છે.

શ્રાદ્ધ લીસ્ટ 2023
શ્રાદ્ધ લીસ્ટ 2023

શ્રાદ્ધ પક્ષ કઇ તારીખથી શરૂ થાય છે ?

29 સપ્ટેમ્બર 2023

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment