Search This Website

Wednesday, 4 October 2023

સરકારના કર્મચારીને લઈને નવા નિયમો જાહેર

 સરકારના કર્મચારીને લઈને નવા નિયમો જાહેર

સરકારના કર્મચારીને લઈને નવા નિયમો જાહેર


સરકારના કર્મચારીને લઈને નવા નિયમો જાહેર : રાજ્યમાં સરકારી ઓફિસોમાં કર્મચારીઓ કામ ન કરતા હોય તેવી ફરિયાદો ઘણા સમયથી થતી હોય છે. એવામાં ઓફિસોમાં ફાઈલો વધતા કામનું ભારણ વધી જાય છે.

જોકે છતાં પેટનું પાણી ન હલતું હોય તેવા અધિકારીઓ સામે સરકાર કાર્યવાહી કરશે. મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય ક્લાસ-1 અને ક્લાસ-2ના અધિકારીઓને નિવૃત્ત કરી નાખશે.

સરકારના કર્મચારીને લઈને નવા નિયમો જાહેર


અત્યાર સુધી નિવૃતીની ઉંમર 60 વર્ષ કે તેથી ઉપરની જોવા મળતી હતી અથવા તો સરકારી કર્મચારી ઓફિસ માટે બિનઅસરકારક જણાશે તેઓને પણ નિવૃત્તિ આપી દેવામાં આવતી હતી.

હવે આવા કેસમાં એક વર્ષ સુધી વિચારણા કરવામાં આવશે, જે બાદ નિવૃત્તિ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કર્મચારીની કામગીરી શંકાસ્પદ હશે તો તેમને પણ નિવૃત કરવામાં આવશે.

કેવા કર્મચારીઓને વહેલા નિવૃત્ત કરી શકે સરકાર?

ઝી 24 કલાકના અહેવાલ મુજબ, સરકાર દ્વારા એક નોટિફિકેસન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 50થી 55 વર્ષના કામ ન કરતા અધિકારીઓને નિવૃત્ત કરવાની સત્તા સરકારને મળી છે. કર્મચારીઓની સેવાની સમીક્ષાના આધારે તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય સરકાર પાસે રહેશે.

જો કર્મચારીની કામગીરી યોગ્ય ન જણાય અથવા તો કર્મચારી નિષ્ક્રિય જણાય તો સરકાર પાસે તેમને નિવૃત્ત કરવાની સત્તા રહેશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે.

મોટા-મોટા અધિકારીઓમાં ફફડાટ

જો કે હવે ગુજરાતના સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રણાણે વાત કરીએ તો સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજ્યના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ 1 અને ક્લાસ 2ના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

નિવૃત્તિ માટે કઈ બાબતોને ધ્યાને લેવાશે?

સમીક્ષા માટે કર્મચારીની કામગીરી અને રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે. જો કામગીરી શંકાસ્પદ ગણાય તો પણ સરકાર કર્મચારીને નિવૃત્ત કરી શકે છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સરકારી કર્મચારીઓને 50-55ની ઉંમરે નિવૃત કરશે

હાલમાં વિગતો મળી રહી છે કે અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી ન જણાય તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે.

કર્મચારીઓને નિવૃત્ત કરવાની સત્તા સરકાર પાસે છે. હાલમાં આ નિર્ણયને લઈ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સરકારી કર્મચારીઓના કામની સમીક્ષાના આધારે તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય સરકાર પાસે રહેશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સરકારના કર્મચારીને લઈને નવા નિયમો જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

No comments:

Post a Comment